Posts

Motivational Story 162

------------------------------------------------------- શાશ્વતી મહાપ્રભાવી નવપદજીની ઓળીના ચોથા દિવસે એટલે કે ઉપાધ્યાય પદના દિવસે પૂ.ગુરૂદેવશ્રી લિખિત વિશેષ લેખ. ------------------------------------------------------- વર્ષો પહેલા બનેલી એક સત્યઘટના. ના.. ના.. દુર્ઘટના! ▪️ એ સમયે જૈન માત્રની આસ્થાના કેન્દ્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની મૂર્તિને એક અભિમાની, લાલચુ ને નઠારા ઠાકુરે એક લોખંડના પટારામાં મૂકીને પટારાને ખંભાતી તાળા મારી દીધા, જેથી કોઈ દાદાના દર્શન ન કરી શકે. ને જેને કરવા હોય તે ઠાકુરને રીઝવે ને રૂપિયા ગજવે દે તેને જ ઠાકુર દર્શન કરાવે, બાકીનાને દર્શન સદંતર બંધ. ▪️ ઘણો સમય આ રીતે પસાર થયો. સાધુ-સાધ્વીજીને તો દર્શન ઔર દુર્લભ થયા. ઘણાએ ઠાકુરને સમજાવ્યા, નૈવેદ્ય ધર્યા. પણ.. અભિમાની એ એકનો બે ન થયો. ભારતભરમાં દાદાના ભક્તો ઉદાસ હતા. એમાં એક દિવસ એક ઓલીયા આત્મજ્ઞાની ને પ્રભુના અનોખા ભક્ત સંત આવ્યા. ▪️ એમણે ઠાકુરને કહ્યું, "અમને દાદાના દર્શન કરાવો.'' ખબર નહિં તે દિવસે ઠાકુરના ભેજામાં શું ભરાયું હશે કે એણે ધરાર ઘસીને ના પાડી દીધી. આ પ્રભાવિક ને ભાવિક સંતે કહ્યું, "ભાઈ!

Motivational Story 208

સત્ય ઘટના લોકો સત્તાનું પરિવર્તન કરી શકે, પણ.. સત્તા લોકોનું પરિવર્તન ન કરી શકે. લોકોનું પરિવર્તન તો સંતો જ કરી શકે. કેમકે સંતો પરમાર્થ માટે પ્રયત્ન કરે, જ્યારે સત્તા સ્વાર્થ માટે. પરમાર્થ સાથે દેવ જોડાયેલા છે, સ્વાર્થ સાથે દાનવ જોડાયેલા છે. સંતોના બે શબ્દો કે નાનો ઈશારો પણ પરિવર્તનનો પ્રભાતી સૂર્ય ઝગમગાવી શકે ને તે પણ સાવ સહજતાથી. વાંચો, એક નાનકડી કથા. 🏡 ગામનો એ અબજપતિ શેઠિયો હતો. અપાર વૈભવ એની પાસે હતો. બધા એનો પડ્યો બોલ ઝીલતા. પણ.. એનું અભિમાન સશક્ત હતું. એક દિવસ શહેરમાં ખૂબ મોટો સત્સંગ યોજાયો. આઠ-આઠ દિવસ આ સત્સંગ ચાલવાનો હતો. 🏡 ઘણાં બધા ડોક્ટરો, વકીલો, વ્યાપારીઓ, બૌધ્ધિકો એમાં આવતાં ગયાં. શ્રોતાઓની સંખ્યા રોજેરોજ વધતી જ ગઈ. સંતની વાણી સરળ હતી છતાં મર્મ ભરેલી હતી. આ સત્સંગમાં એક દિવસ આ ભાઈને કોઈ લઈ આવ્યું. એને સંતો જોડે મેળ નો’તો. એમાં પ્રમુખ કારણ એનો અહંકાર હતો, એટલે કે.. એને પૈસાનું ગુમાન હતું. ------------------------------------------------------- સંતો તો સંપત્તિને વિપત્તિની પડોશણ કહે છે. અને જે સાચા સંત હોય, એ શ્રીમંતોની ચાંપલુશી ન કરે. સાચા સંત ક્યારેય શ્રીમંતાઈની આરતી ન ઉતા